Wednesday - Apr 29, 2026

સંભવિત વાવાઝોડાં ના પગલે નવલખી ના જુમ્માવાડી વિસ્તાર ના સ્થળાંતરિતો માટે ભોજન પ્રસાદ વ્યવસ્થા યોજવામાં આવી.

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતાં મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી આફત સમયે અવિરત સેવા અર્પણ કરવા માં આવે છે ત્યારે પ્રવર્તમાન સમયે સમગ્ર ગુજરાત પર બિપરજોય વાવાઝોડાં નુ સંકટ તોડાઈ રહ્યુ છે. રાજ્ય સરકાર તેમજ સ્થાનિક પ્રશાસન રાઉન્ડ ધ ક્લોક એક્શન મોડ માં આવી ગયેલ છે ત્યારે મોરબી જીલ્લા ના નવલખી બંદર ની આસપાસ ના વિસ્તારો માં સ્થળાંતર પ્રક્રિયા પૂરજોશ માં ચાલી રહી છે એવા સમયે સ્થાનિક પ્રશાસન સાથે ખભેખભો મિલાવી મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા અસરગ્રસ્તો તેમજ સ્થળાંતરિતો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદ ની વ્યવસ્થા આવી રહી છે. 

સંભવિત વાવાઝોડાં ના પગલે નવલખી ના જુમ્માવાડી વિસ્તાર ના સ્થળાંતરિતો માટે ભોજન પ્રસાદ વ્યવસ્થા યોજવામાં આવી.

આજ રોજ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયા, પ્રવિણભાઈ કારીયા, સુનિલભાઈ પુજારા, સચિનભાઈ કાનાબાર, જયંતભાઈ રાઘુરા દ્વારા નવલખી ના જુમ્માવાડી વિસ્તાર ના સ્થળાંતરિતો માટે ભોજન પ્રસાદ ની વ્યાવસ્થા કરવા માં આવી હતી. પરિસ્થિતી સામાન્ય ન થાય ત્યાં સુધી બંને ટાઈમ અસરગ્રસ્તો માટે ભોજન પ્રસાદ યોજવા માં આવશે તેમ સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યુ હતું.

સંભવિત વાવાઝોડાં ના પગલે નવલખી ના જુમ્માવાડી વિસ્તાર ના સ્થળાંતરિતો માટે ભોજન પ્રસાદ વ્યવસ્થા યોજવામાં આવી.