મોરબીના માળીયા વનાળિયા વિસ્તારમાં બનેલી ઘટનામાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
મોરબી : મોરબી શહેરની માળીયા વનાળિયા વિસ્તારમાં રોડ પર સાફ સફાઈ મુદ્દે અરજી કરવાનો ખાર રાખી ચાર આરોપીઓએ યુવકના ઘરમાં ઘુસી પાઇપ વડે હુમલો કરી પિતા અને ભાઈને માર મારવાની સાથે શર્ટના ખિસ્સામાંથી રૂ.17 બળજબરીથી પડાવી લૂંટ કરતા બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા સતિષભાઈ ગૌતમભાઈ સારેસાએ આરોપી પ્રેમજીભાઈ પરમાર, તેમનો પુત્ર, દિનેશભાઇ પરમાર અને તેમના પુત્ર પકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીના મામાએ સોસાયટીમાં સાફ સફાઈ કરવા કોર્પોરેશનમાં અરજી કરી હોય જેથી આરોપીઓને સારું નહિ લાગતા ગત તા.22ના રોજ રાત્રીના સમયે આરોપીઓએ એકસંપ કરી ઘરમાં અપપ્રવેશ કરી ફરિયાદી તેમજ તેમના ભાઈ ભરતભાઇ અને પિતા ગૌતમભાઈ પર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો.આ હુમલા દરમિયાન આરોપીઓએ બેફામ માર મારી સતિષભાઈના ખિસ્સામાં રહેલા રોકડા રૂ.17 હજાર બળજબરીથી પડાવી લીધા હતા.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કાયદાની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.