Friday - May 01, 2026

મોરબીમાં પરિવારજનો ધાર્મિક પ્રસંગે બહારગામ ગયા ને પાછળથી તસ્કરોએ ઘર સાફ કરી નાખ્યું

મોરબીમાં પરિવારજનો ધાર્મિક પ્રસંગે બહારગામ ગયા ને પાછળથી તસ્કરોએ ઘર સાફ કરી નાખ્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દીરાનગર ખોડિયાર સોસાયટીમાં રહેતો પરિવાર ખાખરેચી ગામે માતાજીના માંડવામાં ગયા બાદ એક દિવસ બંધ રહેલ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ.1.21 લાખની માલમતાની ચોરીને ઘર સાફ કરી નાખ્યું હતું.આ ઘરફોડ ચોરીની બી ડિવિઝન પોલીસ મથકના ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબીના સામાકાંઠા વિસ્તાર ઇન્દિરાનગરમાં આવેલ ખોડીયાર સોસાયટીમાં રહેતા અને લીલાપર ચોકડી નજીક મોબાઇલની દુકાન ધરાવતા સુખદેવભાઈ કરશનભાઇ સુરેલાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.28જુનના રોજ તેઓ સહિતનો પરિવાર ખાખરેચી ગામે માતાજીના માંડવામાં હાજરી આપવા ગયો હતો અને  પાછળથી બંધ પડેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરના દરવાજાના નકુચા તોડી ઘરમાં રહેલ સોના, ચાંદીના દાગીના તેમજ 20 હજારની રોકડ સહિત 1.21 લાખ રૂપિયાની ચોરી કરી ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.