Friday - May 01, 2026

મોરબીમાં દમદાટી આપીને પરિણીતા ઉપર દુષ્કર્મ કર્યાની ફરિયાદ

મોરબીમાં દમદાટી આપીને પરિણીતા ઉપર દુષ્કર્મ કર્યાની ફરિયાદ

મોરબીમાં રહેતા પરિણીત મહિલા ઉપર એક શખ્સે દાંનત બગાડી હવસનો શિકાર બનાવી હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ શખ્સે તેણીના ઘરમાં ઘુસી તેમજ પોતાના ઘરે બોલાવી બળજબરીથી કુકર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબી શહેરના એક વિસ્તારમાં રહેતી પરિણિત મહિલા અગાઉ ઘરે હતા. ત્યારે આરોપી સુલતાન નમનો શખ્સ તેણીના ઘરમાં ઘુસી આવ્યો હતો અને પરિણીત મહિલા ઉપર બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું તેમજ બીજી વખત આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી પરિણીત મહિલાને પોતાન ઘરે બોલાવીને બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું અને મહિલાને જાતિ પ્રત્યે અપમાનિત કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.