Sunday - May 03, 2026

મોરબીમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજા મહોત્સવ ધર્મોલલ્લાસભેર ઉજવાશે

મોરબીમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજા મહોત્સવ ધર્મોલલ્લાસભેર ઉજવાશે

બેંગલ દુર્ગાપૂજા ગ્રુપ કમિટી દ્વારા દરરોજ મહાઆરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

મોરબી : મોરબીમાં વસવાટ કરતા બંગાળી પરિવારો દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે પરંપરાગત દુર્ગાપુજા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં મોરબીના લખધીરવાસ ચોક ખાતે દુર્ગા માતાજીની પ્રતિમા ઉભી કરી દરરોજ મહાઆરતી સાથે વિવિધ ભક્તિસભર અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.જેમાં મોટી સંખ્યામાં બંગાળી પરિવારો જોડાઈને દુર્ગા માતાજીની ભક્તિભાવથી આરાધના કરશે.

મોરબી બેંગલ દુર્ગાપુજા ગ્રુપના તમામ કમીટી મેમ્બર્સ અને સભ્ય દ્વારા છેલ્લા નવ વર્ષ જેમ આ વર્ષે પણ 27 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન દુર્ગાપુજા મહોત્સવનું ધર્મોલલ્લાસભેર ઉજવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં તા.27સપ્ટેમ્બરને શનિવારના રોજ રાત્રે 9 વાગ્યે મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ રાકેશકુમાર પટેલના હસ્તે દુર્ગાપુજા પંડાલનું ભવ્ય અને શાનદાર રીતે ઉદધાટન કરવામાં આવશે. બાદમાં દિપમાલા પ્રજવલીત કરીને દુર્ગાપુજાનો ભવ્ય શુભારંભ કરવામાં આવશે. લખધીરવાસ ચોકમાં નવદુર્ગા માતાજીનો પંડાલ કરી દરરોજ બંગાળી પરિવારો દ્વારા માતાજીની મહાઆરતી કરવામાં આવશે. ભારતની મહાન સંસ્કૃતી અને બંગાલની પરંપરાનો સમન્વય એટલે દુર્ગાપુજા. આ પંડાલમાં બુધ્ધીના દેવતા ગણેશજી, બલના દેવતા કાર્તિકેય સ્વામી, જ્ઞાનના દેવી સરસ્વતી, ધન અને એશ્રવર્યાના દેવી લક્ષ્મી અને મહીસાસુરમર્દિની માં દુર્ગાનું પુજન, અર્ચન, આરતી અને સ્તુતી કરવામાં આવશે. દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણી અંતર્ગત મહાઆરતી, સાંસ્કૃતિક કાર્યક્રમ, મહાઆરતી બાદ પ્રખ્યાત બંગાળી ધુનુચિ નૃત્ય, વિર્સજન યાત્રા વિજયદસમી તા.2ઓક્ટોબરને સાંજે 5 વાગ્યા પછી લખધીરવાસ ચોકથી નીકળશે.

મોરબીમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજા મહોત્સવ ધર્મોલલ્લાસભેર ઉજવાશે