વાંકાનેર : વાંકાનેર શહેરના ચાવડી ગેઇટ પાસે ગત તા.23ના રોજ મંડળીના લોનના હપ્તાની ઉઘરાણી પ્રશ્ને મંડળીના એજન્ટને સોડા બોટલના છુટા ઘા મારવા મામલે નોંધાયેલ ફરિયાદ બાદ સામાપક્ષે ફરિયાદી જયદીપ જિતેન્દ્રભાઈ જયસ્વાલે આરોપી જયેશભાઇ મહેશ્વરભાઈ ઓઝા, આકાશ જયેશભાઇ ઓઝા અને આરોપી ઋષભ જયેશભાઇ ઓઝા વિરુદ્ધ પૈસાની માંગણી કરી ત્રણેય આરોપીઓએ સોડા બોટલ અને ગ્લાસના છૂટા ઘા કરી ઢીકા પાટુનો માર માર્યો હોવાનું તેમજ ચેક રિટર્ન કેસમાં ફસાવી દેવા ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.