Saturday - Jul 04, 2026

મોરબીમાં કુતરાનો આંતક,બાઇક લઈને નીકળતા બાઇક સવારને કુતરાએ ઝપટમાં લીધા.

મોરબીમાં કુતરાનો આંતક,બાઇક લઈને નીકળતા બાઇક સવારને કુતરાએ ઝપટમાં લીધા.

મોરબી:- મોરબીમાં ઠેરઠેર કુતરાઓના આંતક વચ્ચે એક કુતરાએ બાઇક લઈને નીકળતા બાઇક ચાલકને ઝપટમાં લઇ પાડી દઈને ચોટી પડ્યું હતું, અને ભાઈને કુતરાએ સંકજામાં લઇ આડેધડ બચકા ભરવા માંડ્યા હતા, અન્ય એક વ્યક્તિએ લાકડીનો ઘા કરતા આ વ્યક્તિ વધુ ઘાયલ થયા ન હતા.

મોરબીના નવલખી રોડ પર આવેલી રામ ઔર શ્યામ સોસાયટીની શેરીમાંથી એક વ્યક્તિ બાઇક લઈને નીકળ્યા હતા. એ સાથે શેરીમા રખડતું ભટકતું કુતરું એમની પાછળ દોડ્યું હતું અને કુતરાએ બાઇક ચાલકને પગમાં બચકા ભરીને ચોંટી પડતા એ વ્યક્તિ બાઇક પર સ્લીપ થઈને નીચે પડી ગયા હતા. આ કુતરાએ બાઇક ચાલકને નીચે પાડીને આડેધડ બચકા ભરતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આથી આ શેરીમાં રહેતા અન્ય વ્યક્તિએ લાકડીનો ઘા કરીને કુતરાને ભગાડી દેતા બાઇક ચાલકનો જીવ બચી ગયો હતો.જ્યારે શહેરના રહેણાંક વિસ્તારમાં લોકો બાઇક કે અન્ય વાહનો લઈને નીકળે ત્યારે કુતરા પાછળ પડીને બચકા ભરવાનો પ્રયાસ કરે છે. તેનાથી ડરીને લોકો વાહનોની તેજ ગતિ કરી દેતા અકસ્માતનો ભય રહે છે. જો વાહનો ન ભગાવે તો કુતરાના કરડવાનો ભય લાગે છે.