Tuesday - Jul 07, 2026

મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં દુર્ગંધ મારતા ગંદા પાણીના વિતરણથી લોકોના આરોગ્યને ખતરો.

મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં દુર્ગંધ મારતા ગંદા પાણીના વિતરણથી લોકોના આરોગ્યને ખતરો.

મોરબી:- મોરબીના સાવસર પ્‍લોટ-૧૨ તથા આજુબાજુના વિસ્તારોમાં ગંદા પાણી નું વિતરણ કરવામાં આવે છે. આ મામલે ડોક્ટર પ્રેયસ પંડ્યા સહિતના તબીબોએ જણાવ્યું છે કે, છેલ્લા સાત દિવસથી આવું ગંદુ પાણી આવી રહ્યું છે, જેનાથી માંદગી ફેલાઇ તેવી શક્યતાઓ શેવાઈ રહી છે, આ ગંદા પાણી અંગે અનેક વાર રજૂઆતો કરવાના પ્રયાસો કરી ચૂક્યા છીએ, પણ કોઈ ફોન ઉપાડતું નથી, તબીબોની માંગ છે કે મોરબી હવે મહાનગરપાલિકા બની ચુક્યું છે, તો આ ગંદા આવતા પાણી નો તાત્કાલિક યોગ્ય નિકાલ કરે, લોકોને આવનારી માંદગીથી બચાવે, સાથે યોગ્ય સુવિધાઓ નાગરિકોને અપાય તેવી માંગ કરી છે.

મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં દુર્ગંધ મારતા ગંદા પાણીના વિતરણથી લોકોના આરોગ્યને ખતરો.