મોરબી :દેશની સરહદે હાલ ભારે તણાવજનક પરિસ્થિતિ છે. ભારત માત્ર આંતકવાદીઓનો ખાત્મો બોલાવી રહ્યું છે. પણ પાક નાપાક હરકત કરી રહ્યું છે. પરિણામે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થતા મોરબીના માજી સૈનિકોએ પાક.ના દાત ખાટા કરવા માટે બોર્ડર ઉપર લડાઈ લડવા જવાની પણ ખુમારી દર્શાવી છે.
મોરબી જિલ્લા માજી સૈનિક મહામંડળના તમામ માજી સૈનિકોએ એકસુરે જણાવ્યું હતું કે, અત્યારે દેશની સરહદે આપાતકાલીન પરિસ્થિતિ છે. ભારત પહેલગામના આંતકી હુમલાનો બદલો ઓપરેશન સિંદૂર ચલાવીને આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે. સામે છેડે પાક લાજવાને બદલે ગાજીને ભારત ઉપર હુમલાનો નાપાક પ્રયાસ કરે છે. જો કે ભારતના શૂરવીરોએ પાકના બધા જ હુમલાને નાકામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં યુદ્ધ થાય તો મોરબીના માજી સૈનિકોએ યુદ્ધમાં લડાઈ લડવા જવાની તૈયારી દર્શાવી છે. જો કે આ માજી સૈનિકોએ અગાઉ દેશના સૌનિક તરીકે ફરજ બજાવી છે. તેથી લડાઈની જાણકારી હોવાથી અત્યારની આપાતકાલીન સ્થિતિમાં તમામ રીતે દેશને મદદરૂપ થવાનું જણાવ્યું છે. તેમજ અત્યારે ચાલી રહેલા ઓપરેશન સિંદૂરમાં પણ જોડાઈને પાકિસ્તાનને સબક શીખવાડવાનો જુસ્સો દેખાડ્યો છે.