Monday - Jun 29, 2026

ગંદકી મુક્ત મોરબી અભિયાનને વેગવતું બનાવાયું મોરબી મહાપાલિકાના સફાઈ કર્મીઓને હેન્ડ કાર્ટ, રેડિયમ જેકેટ સહિતની વસ્તુઓનું વિતરણ કચરો સળગાવવા બદલ દંડનીય કાર્યવાહી થશેઃ કમિશનર

ગંદકી મુક્ત મોરબી અભિયાનને વેગવતું  બનાવાયું

મોરબી મહાપાલિકાના સફાઈ કર્મીઓને હેન્ડ કાર્ટ, રેડિયમ જેકેટ સહિતની વસ્તુઓનું વિતરણ

કચરો સળગાવવા બદલ દંડનીય કાર્યવાહી થશેઃ કમિશનર

મોરબી નગરપાલિકા મહાનગરપાલિકામાં તબદીલ થયા બાદ નવા આવેલા મ્યુનિસિપલ કમિશનરે દબાણ મુક્ત મોરબી અને ગંદકી મુક્ત મોરબી અભિયાનને શરૂઆતથી ધ્યાન આપીને હવે વેગવતું બનાવ્યું છે. શહેરની સઘન સફાઈ કરવા તેઓએ સફાઈ કર્મીઓને સાધનોથી સજ્જ કર્યા છે. જેમાં મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને ડે. મ્યુનિસિપલ કમિસનર સંજય સોનીના હસ્તે સફાઈ કામદારોને 43 હેન્ડ કાર્ટ, 400 હેન્ડ ગ્લોઝ, 400 રેડિયમ જેકેટ અને 25 ભુગર્ભ કામદારોને સેફ્ટી કીટનું  વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબી મહાનગરપાલિકાના તમામ સફાઈ કામદારોને રાત્રી દરમિયાન રોડ ઉપર સફાઈ કરી વખતે વાહનોના અકસ્માતથી બચાવવા માટે રેડિયમ જેકેટ આપવામાં આવ્યા છે અને ગંદકી મુક્ત મોરબી માટે હેન્ડ ગ્લોઝ, હેન્ડ કાર્ટ અને બકેટ આપવામાં આવ્યા છે. આ સાથે જ આ દરેક વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કરવા સફાઈ કામદારોને તાકીદ કરી છે. કોઈ વ્યક્તિ સુચના આપવા છતાં કચરો ફેલાવતા હોય તો તે બાબતે ઝોનલ ઈન્ચાર્જને જાણ કરીને દંડનીય સહિતના પગલાં લેવાશે. સફાઈ કર્મીઓને હાજરી જાળવવા પણ સૂચના આપવામાં આવી છે. જો કોઈ નગરજન અથવા સફાઈ કર્મચારી કચરો સળગાવશે તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ કમિશનરે જણાવ્યું હતું. જુદા જુદા વિસ્તારમાં ડોર-ટુ-ડોર કલેક્શન અને સ્વિપિંગ વધારવા માટે સરકારમાં દરખાસ્ત કરી હતી તે દરખાસ્ત રાજ્ય સરકારે મંજૂર કરી દીધી છે. તેમ મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું.

ગંદકી મુક્ત મોરબી અભિયાનને વેગવતું  બનાવાયું

મોરબી મહાપાલિકાના સફાઈ કર્મીઓને હેન્ડ કાર્ટ, રેડિયમ જેકેટ સહિતની વસ્તુઓનું વિતરણ

કચરો સળગાવવા બદલ દંડનીય કાર્યવાહી થશેઃ કમિશનર