Friday - Jul 03, 2026

મોરબીના ભક્તિનગર બ્રિજ નીચે અજાણ્યા પુરુષની લાશ મળી

મોરબીના ભક્તિનગર બ્રિજ નીચે અજાણ્યા પુરુષની લાશ મળી

મોરબી : મોરબી શહેરના શનાળા નજીક ભક્તિનગર ઓવરબ્રિજ નીચેથી ગઈકાલે અંદાજે 65 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં બીમારીને કારણે મૃત્યુ થયાનું સામે આવ્યુ છે. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા પુરુષના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.