Saturday - May 16, 2026

માળીયાના હરિપર પાસે ટ્રક પાછળ એસટી બસ અથડાતા કંડક્ટર ઘાયલ

માળીયાના હરિપર પાસે ટ્રક પાછળ એસટી બસ અથડાતા કંડક્ટર ઘાયલ

મોરબી : મોરબી - કચ્છ હાઇવે ઉપર માળીયા મિયાણા તાલુકાના હરિપર ગામ નજીક ટ્રક ચાલકે કોઈપણ જાતના સિગ્નલ ચાલુ રાખ્યા વગર હાઇવે ઉપર ટ્રક ઉભો રાખી દેતા ગઈકાલે મધ્યરાત્રીએ એસટી બસ ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં બસના કંડકટરને ઇજાઓ થતા માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબી - કચ્છ હાઇવે ઉપર ગત રાત્રીના માળીયા મિયાણા તાલુકાના હરિપર નજીક જીજે - 37 - ટી - 6567 નંબરના ટ્રક ચાલકે પોતાનો ટ્રક કોઈપણ જાતના અવરોધ રાખ્યા વગર અને સાઈડ સિગ્નલ ચાલુ રાખ્યા વગર ઉભો રાખી દેતા હાઇવે ઉપર આવી રહેલી નખત્રાણા એસટી ડેપોની બસ ટ્રકના પાછળના ભાગે ઘુસી ગઈ હતી અને બસના કંડકટર વિજયસિંહને હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. અકસ્માતના આ બનાવ અંગે બસ ચાલક રામભાઈ વિરમભાઈ સોલંકી ઉ.31 રહે.નખત્રાણા વાળાએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.