Wednesday - Sep 30, 2026

મોરબીના સામાકાઠાના ભડીયાદ કાંટાને જોડતા માર્ગની હાલત અંત્યત બદતર

મોરબીના સામાકાઠાના ભડીયાદ કાંટાને જોડતા માર્ગની હાલત અંત્યત બદતર

મોરબી : મોરબીના સામાકાઠાના ભડીયાદ કાંટા વાળી રેલ્વે ફાટક  નંબર 26 થી ઉમિયાનગર તેમજ માળિયા-વનાળિયા જવા માટેનો રસ્તો લાંબા સમયથી અંત્યત ખરાબ હાલતમા છે. આ રસ્તો અતિ ખરાબ હાલતમા હોવાથી રાહદારીઓ તેમજ વાહન ચાલકો રોજ સ્લીપ થઇને પડી જાય છે અને નાની-મોટી ઇજાઓ થાય છે.ઉપરાંત આ રોડ ઉપર સતત ગટરના ગંદા પાણી પણ વહે છે. તેમજ હાલમાં વરસાદ પડ્યો હોવાથી ખાડા ખબડામાં પાણી ભરાવવાથી રોડની હાલ ભયજનક બની ગઈ છે. વરસાદ અને ગટરના પાણી ભરાવવાથી રોડની હાલત એટલી હદે નાજુક થઈ ગઈ છે કે અકસ્માત થાય તેવી ભીતિ છે. આથી સંબધિત તંત્ર વહેલીતકે આ રોડનું યોગ્ય પેચવર્ક કરાવે તેવી સ્થાનિક રહીશોએ માંગ ઉઠાવી છે.

ફોટા રવિ બરાસરા

મોરબીના સામાકાઠાના ભડીયાદ કાંટાને જોડતા માર્ગની હાલત અંત્યત બદતર
મોરબીના સામાકાઠાના ભડીયાદ કાંટાને જોડતા માર્ગની હાલત અંત્યત બદતર