Sunday - May 19, 2024

મોરબીના જેતપર ગામના પિતા-પુત્રના ત્રાસથી દીકરીનો પિતા હિજરત કરી મોરબી રહેવા છતાં ત્રાસ આપતા અંતે ફરિયાદ નોંધાઈ

મોરબીના જેતપર ગામના પિતા-પુત્રના ત્રાસથી દીકરીનો પિતા હિજરત કરી મોરબી રહેવા છતાં ત્રાસ આપતા અંતે ફરિયાદ નોંધાઈ

 મોરબીના જેતપર ગામે વેવેશળ માટે ડખ્ખો થયો હતો. આ બનાવની ફરિયાદ મુજબ દીકરીના પિતાએ સામાપક્ષ એટલે દીકરાવાળાને તેમની દીકરી લગ્ન કરવાની ચોખ્ખી ના પડતા આ બાબતનો ખાર રાખી દીકરાના પરિવારમાં ખાસ પિતા-પુત્ર ત્રાસ આપતા અંતે દીકરીનો પિતા ગામથી હિજરત કરી મોરબી આવ્યા છતાં પણ ત્રાસ યથાવત રાખી દીકરીના પિતા પર તું તારી દીકરીના લગ્ન મારા દીકરા સાથે કેમ કરાવતો નથી કહીને દીકરો અને તેના પિતાએ હુમલો કર્યો હતો.

મોરબીના શનાળા રોડ ઉપર સત્યમપાન વાળી શેરીમાં રહેતા અને મૂળ મોરબીના જેતપર ગામના વતની લલીતભાઈ અમરશીભાઈ કંડીયાએ જેતપર ગામે રહેતા મુકેશભાઈ રૂગનાથભાઈ અમૃતિયા અને તેના પુત્ર ભાવિકભાઈ મુકેશભાઈ અમૃતિયા સામે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, લલીતભાઈની દીકરીની સગાઇ આરોપી મુકેશભાઈ રૂગનાથભાઈ અમૃતિયાના દીકરા સાથે કરવાનું કહેતા લલીતભાઈએ કોઈ કારણોસર પોતાની દીકરીના આરોપીના દીકરા સાથે કોઈ કાળે લગ્ન નહિ કરાવે તેવું સ્પષ્ટ જાહેર કરતા આ આરોપી પિતા-પુત્રએ જુલમ ગુજારવાનું કઈ બાકી ન રાખી જેતપર ગામે ચા વાળાની દુકાને બંને પિતા પુત્રે લલીતભાઈને લાકડાના ધોકા લઈને લલીતભાઈના ઘર પાસે આવી લલીતભાઈ અને તેના દીકરા દીપને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદી અને તેના પરિવારે પિતા પુત્રના ત્રાસથી ઘરબાર છોડ્યું અને મોરબીમાં પણ સ્થાયી થવા છતાં આ મુદ્દે ત્રાસ અને હુમલો કર્યાની પોલીસમાં નોંધાઈ છે.