મોરબીમાં કોમનમેન ફાઉન્ડેશનના પ્રયાસોથી પાંચ મહિનામાં 83 વ્યક્તિઓ વ્યસન મુક્ત
પહેલા ફોર્મ એમાં સંતાનોના શપથ બાદ 5 મહિના સુધી એના પર નિરીક્ષણ કરી વ્યસન મુક્ત થયાનું જાહેર કરી અદકેરું સન્માન કર્યું
મોરબી : સમગ્ર મોરબીને વ્યસનોથી મુક્ત કરી સ્વસ્થ સમાજનું નિર્માણ કરી વિવિધ ક્ષેત્રેના નિષ્ણાતોની મદદથી કોમનમેન ફાઉન્ડેશનની રચના કરી આ કોમનમેન ફાઉન્ડેશન દ્વારા પાંચ મહિનાથી વ્યસન મુક્તિનું અભિયાન ચલાવવામાં આવ્યું છે. જેમાં આ સંસ્થાએ પહેલા ફોર્મ એમાં સંતાનોના શપથ બાદ 5 મહિના સુધી એના પર નિરીક્ષણ કરી 83 વ્યક્તિઓને વ્યસન મુક્ત થયાનું જાહેર કરી અદકેરું સન્માન કર્યું હતું.
મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પાંચ મહિનાથી વ્યસન મુક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ફક્ત મોરબીના તમામ લોકો કોઈપણ પ્રકારના વ્યસન છોડી પોતે સ્વસ્થ બને અને પરિવારજનોને પણ સુખી કરે તેવો આ સંસ્થાનો નેક ઉદેશ્ય હોય એ ઉદેશ્યને પાર પાડવા માવા, ગુટકા, તબાકુ, સિગારેટ, બીડી સહિતના વ્યસનો કરતા લોકોનો સંપર્ક કરી હું મારા અને પરિવારની સુખાકારી માટે સ્વૈચ્છિક રીતે મારા દીકરા અને દીકરીના નામની કસમ ખાઈ વ્યસન છોડું છું તેવા ફોર્મ ભરાવવામાં આવ્યા હતા.આવા સાચા લોકોને પંસદ કરી પછી પાંચ મહિના સુધી એનું નિરીક્ષણ કરતા વ્યસન મુકનાર વ્યક્તિને ઘણી બધી તકલીફ થતી હોય તો એનો જુદા જુદા 16 ડોકટરોની મદદથી એનો ફ્રીમાં યોગ્ય ઉપચાર કરવામાં આવ્યો હતો.સમાજમાં વ્યસન મુક્તિની જાગૃતિ આવે એ માટે વ્યસનથી થતા રોગોની રીલ કોમ્પિટિશન યોજાઈ હતી. જ્યારે પાંચ મહિના સુધી 83 વ્યક્તિઓએ વ્યસનથી મુક્ત થઈને ઘરે હસીખુશીથી જીવતા થઈ ગયાનું કોમનમેન ફાઉન્ડેશનના નિરીક્ષણમાં સામે આવતા આ તમામ લોકોનું અંદકેરું સન્માન કરવામાં આવ્યું છે અને હજુ પણ આ સંસ્થા દ્વારા વ્યસન મુક્તિના પ્રયાસો ચાલુ જ રહેશે