Wednesday - Apr 22, 2026

મોરબીમાં 31 તારીખે દુર્ગાવાહીની શોર્ય પ્રશિક્ષણ વર્ગનો સમાપન સમારોહ યોજાશે.

મોરબીમાં 31 તારીખે દુર્ગાવાહીની શોર્ય પ્રશિક્ષણ વર્ગનો સમાપન સમારોહ યોજાશે.

મોરબી:- સૌરાષ્ટ્ર પ્રાંત દુર્ગાવાહિની શોર્ય પ્રશિક્ષણ વર્ગ 2025નો સમાપન સમારોહ તારીખ 31 મેને શનિવારના રોજ સાંજે સાડા પાંચ કલાકે ઓમ શાંતિ વિદ્યા સંકુલ ઉમા રિસોર્ટ ની સામે કંડલા બાયપાસ રોડ મોરબી ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે અખિલ ભારતીય સામાજિક સમરસતા સંયોજક દેવજીભાઈ રાવત અને અતિથિ વિશેષ તરીકે પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સ્પોર્ટ્સ ક્વોટાના ભુમિકાબેન ભુત હાજર રહેશે,આ સમારોહનું આયોજન ઓમ શાંતિ વિદ્યાલય ગુજરાતીના ટ્રસ્ટ ઠાકરશીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે.
 

મોરબીમાં 31 તારીખે દુર્ગાવાહીની શોર્ય પ્રશિક્ષણ વર્ગનો સમાપન સમારોહ યોજાશે.

તમને જણાવી દઈએ કે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દુર્ગાવાહિની આયામ છેલ્લા 31 વર્ષથી ચાલી રહ્યું છે, વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશ્યને લઈને આમાં લાખો કાર્યકર્તા સમાજના વિવિધ ક્ષેત્રોમાં સમાજ પરિવર્તનના કાર્ય થકી માતૃભૂમિની સેવા કરી રહ્યા છે.

આમાં જોડાયેલા કાર્યકર્તાના પ્રશિક્ષણ હેતુ દર વર્ષે યોજાતો દુર્ગા વાહિની શોર્ય પ્રશિક્ષણ વર્ગ આ વર્ષે મોરબીમાં યોજાયો હતો, જે હવે સંપન્ન થવા જઈ રહ્યો છે તો આ વર્ગના સમાપન સમારોહમાં પધારવા વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી દેવજીભાઈ રાવત દ્વારા બધાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યું છે, વધુ માહિતી માટે વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયાના મોબાઇલ નંબર 99248 88788 પર કોન્ટેક્ટ કરવા જણાવવામાં આવ્યું છે.