Wednesday - Apr 22, 2026

મોરબીમાં મુકબધીર યુવતી ઉપર દુષ્કર્મ કરનાર સાવકા બાપનું શંકાસ્પદ મોત

મોરબીમાં મુકબધીર યુવતી ઉપર દુષ્કર્મ કરનાર સાવકા બાપનું શંકાસ્પદ મોત

સાવકા બાપનું કેવા સંજોગોમાં મોત થયું, હત્યા કે અકસ્માત ? તેનું ચોક્કસ કારણ બહાર લાવવા તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

મોરબી : મોરબી તાલુકા વિસ્તારમાં સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય તેવી ધૃણાસ્પદ ઘટના બહાર આવી છે. જેમાં સાવકા બાપે પોતાની લાજ શરમ અને નૌતિજ મૂલ્યોને નેવે મૂકીને મુકબધીર યુવતીને હવસનો શિકાર બનાવ્યાની આઘાતજનક ઘટના સામે આવતા ફિટકારની લાગણી વરસી હતી. જો કે સાવકા બાપે મુકબધીર યુવતી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ જ તેનું શંકાસ્પદ હાલતમાં મોત નિપજતા આ બનાવ હત્યાનો કે અકસ્માતનો ? તેનું ચોક્કસ કારણ બહાર લાવવા આ આખા બનાવની તાલુકા પોલીસે ઉડી તપાસ હાથ ધરી છે.

સુત્રોમાંથી મળતી વિગત મુજબ મોરબીના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને કુદરતી કોપનો શિકાર બનેલી 24 વર્ષની મુકબધીર યુવતી ઉપર તેના જ સાવકા બાપે નજર બગાડી હતી અને સાવકા બાપે આ મુકબધીર યુવતીને એક પ્રેમાળ પિતાની હૂંફ આપવાને બદલે નરાધમ બનીને તેણી ઉપર દુષ્કર્મ આચરતા યુવતી પિતાની આવી હરકતથી ડઘાઈ ગઈ હતી. જો કે આ શરમજનક ઘટના બાદ નરાધમ એવા સાવકા બાપનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું હતું. આ ઘટના સામે આવતા હાલ તાલુકા પોલીસે તેમના મૃતદેહને પીએમ અર્થે ખસેડી  તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ સાવકા બાપના મોતના કારણ અંગે રહસ્ય છવાયું છે. કોઈએ તેની હત્યા કરી કે અકસ્માતે મોત થયું ?તે અંગે તરેહ તરેહની ચર્ચાઓ ઉઠી છે.આથી પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે અને બનાવનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણ થશે.