Wednesday - Apr 22, 2026

મોરબીમાં કુવામાંથી કોહવાયેલી લાશ મળવાના પ્રકરણમાં બનાવનું કારણ અને ઓળખ મામલે ઘેરું રહસ્ય

મોરબીમાં કુવામાંથી કોહવાયેલી લાશ મળવાના પ્રકરણમાં બનાવનું કારણ અને ઓળખ મામલે ઘેરું રહસ્ય

 મોરબી નજીક આવેલ સિરામિક ફેકટરીના કુવામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યા બાદ તાલુકા પોલીસે મૃતકના વિશેરા લઈ ફોરેન્સિક પીએમ કરાવતા ફોરેન્સિક રિપોર્ટ પણ નોર્મલ આવતા અને લાશ એકદમ કોહવાયેલી હોવાથી મૃતકની ઓળખ અને બનાવનું કારણ જાણવા પોલીસ સામે પડકાર ઉભો થયો છે.

મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ સ્કવેર સિરામિક ફેકટરીના કુવામાંથી ગઈકાલે અજાણ્યા આશરે 30થી 35 વર્ષના યુવાનનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે તપાસ કરનાર મોરબી તાલુકા પોલીસના જે.એમ. જાડેજાએ જણાવ્યું હતું કે, આશરે 7 દિવસ પહેલા આ બનાવ બન્યો હોય ગઈકાલે આ ફેકટરીના શેઠ ઇલે.મોટર ચાલુ કરવા ગયા ત્યારે કૂવામાં લાશ તરતી દેખાઈ આવતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને મૃતદેહનો કબજો લઈ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પણ ફોરેન્સિક પીએમમાં નોર્મલ રિપોર્ટ એટલે કે પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું બહાર આવ્યું હતું. તેનું મોત ક્યાં કારણોસર થયું તે જાણવા મળ્યું નથી. મૃતદેહમાં જીવતો પડી ગઈ હોય અને એકદમ ડેડબોડી કોહવાયેલી હોવાથી તેની ઓળખ મેળવવી મુશ્કેલ બની છે અને ઓળખ તેમજ બનાવનું કારણ મામલે ભારે રહસ્ય છવાયું છે.