Wednesday - Apr 22, 2026

જુગારમાં પણ ઇજારાશાહી તૂટી ! મોરબીમાં જુગાર રમતી પાંચ મહિલા સહિત સાત ઝડપાયા

જુગારમાં પણ ઇજારાશાહી તૂટી ! મોરબીમાં જુગાર રમતી પાંચ મહિલા સહિત સાત ઝડપાયા

નારી શક્તિની પુરુષ સાથે તુલના કરી સમોવડી કહેવું તે નારી શક્તિનું અપમાન કહેવાય કારણ કે નારી શક્તિ પુરુષ કરતા પણ મહાન હોય આજે દરેક ક્ષેત્રેમાં પુરુષ કરતા નારી શક્તિ આગળ હોય પણ જુગાર જેવી બદીમાં કેટલીક અપવાદરૂપ મહિલાઓ પણ મેદાને પડી હોય એમ મોરબીમાં જુગાર રમતી પાંચ મહિલા સહિત સાત ઝડપાયા છે.

મોરબીના રફાળેશ્વર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી જાહેરમા જુગાર રમતા અતુલભાઈ સવજીભાઈ ખાંભડીયા, બળદેવભાઈ ભુપતભાઈ ઢાંકણીયા, નીમુબેન કીશોરભાઈ પીપળીયા, સજજનબેન અતુલભાઈ ખાંભડીયા, ગીતાબેન લખમણભાઈ રાઠોડ, હકુબેન ધીરૂભાઈ રાઠોડ અને રીટાબેન બળદેવભાઈ ઢાંકણીયાને રોકડા રૂપિયા 1410 સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.