મોરબી : મોરબીની રવાપર ચોકડીએ એક કાર અચાનક સળગી ઉઠતા થોડીવાર માટે અફડાતફડી મચી ગઇ હતી. આ બનાવ અંગે મોરબી ફાયર સ્ટેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું
કોઈ કારણોસર આગ લાગતા કારનો આગળનો અને પાછળનો ભાગ સળગી ઉઠ્યો હતો. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગ્રેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગને બુઝાવી નાખી હતી. કોઈ જાનહાની થઈ નથી.