Saturday - Apr 04, 2026

મોરબીમાં 26 માર્ચે બાળકોનું ક્રિકેટ ટુર્નામેંટ માટે સિલેકશન

મોરબી : મોરબીની રીયલ ક્રિકેટ એકેડમી દ્વારા મોરબી જિલ્લાના અન્ડર-16 ક્રિકેટરો માટે એક સિલેક્શનનું આયોજન આગામી તારીખ 26 માર્ચના રોજ કરવામાં આવ્યું છે. આ સિલેક્શનનો હેતું RPL સિઝન-1માં વધુમાં વધુ ક્રિકેટર્સ ભાગ લે તે માટેનો છે.
તારીખ 26 માર્ચ ને રવિવારના રોજ સાંજે 4 થી 7 વાગ્યા સુધી રીયલ ક્રિકેટ એકેડમી, એસપી રોડ, મોરબી ખાતે સિલેક્શન હાથ ધરવામાં આવશે. 

મોરબીમાં 26 માર્ચે બાળકોનું ક્રિકેટ ટુર્નામેંટ માટે સિલેકશન
મોરબીમાં 26 માર્ચે બાળકોનું ક્રિકેટ ટુર્નામેંટ માટે સિલેકશન

આ માટે મોરબી જિલ્લાના વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લઈ પોતાની આવડત બતાવે તે માટે અનુરોધ કરાયો છે. સિલેક્શન માટે આવતા ખેલાડીઓએ ફરજિયાત સફેદ ડ્રેસ પહેરવાનો રહેશે. આ ઉપરાંત સાથે જન્મ તારીખનો દાખલો, આધારકાર્ડ અને 1 ફોટો સાથે લાવવા જણાવાયું છે. 1 સપ્ટેમ્બર 2007 પછી જન્મેલા ક્રિકેટરો જ આ સિલેક્શનમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે મો.નં. 99983 13885 પર સંપર્ક કરવા જણાવાયું છે.

મોરબીમાં 26 માર્ચે બાળકોનું ક્રિકેટ ટુર્નામેંટ માટે સિલેકશન