મોરબી : મોરબી જિલ્લામાં જુદા જુદા દિવસે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિમેરી ઇન્ટરનેશનલ એલએલપી નીચીમાંડલ મોરબી ખાતે આજે કેમ્પ યોજાયો હતો. જ્યારે પાર્થ પેપર એલએલપી લીલાપર મોરબી ખાતે તા.૨૧-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ વાગ્યે, જીલટોપ ગ્રેનીટી પ્રા.લી. ઘૂંટૂ રોડ, મોરબી ખાતે તા.૨૨-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ કલાકે, સિલ્વેનીયા સિરામિક પ્રા.લી. ઘૂંટૂ, મોરબી ખાતે તા.૨૩-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ તેમજ ગોકુલ સ્નેક્સ પ્રા.લી.ભાલગામ વાંકાનેર ખાતે તા.૨૪-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ દરમિયાન કેમ્પ યોજાશે.
ઈટાલિનો ટાઇલ્સ એલએલપી. સરતાનપર રોડ વાંકાનેર ખાતે તા.૨૫-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧ યોજાશે, નેકશ્યોન સરફેસ પ્રા.લી. ઘૂંટૂ મોરબી ખાતે તા.૨૬-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે, પ્લેટીનમ સિરામિક પ્રા.લી. જેતપર રોડ મોરબી ખાતે તા.૨૭-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે, કોરીયલ સિરામિક પ્રા.લી.બેલા મોરબી ખાતે તા.૨૮-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે, સાર્વજનિક પ્રાથમિક શાળા મોરબી ખાતે તા.૧૯-૧૧-૨૦૨૫ સાંજે ૦૪:૦૦ વાગ્યે યોજાશે, માળીયામાં તા.૨૦-૧૧-૨૦૨૫ સવારે ૯:૩૦ વાગ્યે યોજાશે, માળીયા તા.૨૦-૧૧-૨૦૨૫ બપોર ૧૨:૦૦ વાગ્યે યોજાશે, ભડિયાદ પાથમિક શાળા મોરબી ખાતે તા.૨૧-૧૧-૨૦૨૫ સવારે ૯:૩૦વાગ્યે યોજાશે, ઇન્દીરાનગર મોરબી તા.૨૧-૧૧-૨૦૨૫ સાંજે ૪-૦૦ વાગ્યે યોજાશે, નીચી માંડલ તા.૨૦-૧૧-૨૦૨૫ ૧૧:૦૦ થી ૧:૦૦ યોજાશે, ટંકારા તા.૨૧-૧૧-૨૦૨૫ ૧૧:૦ થી ૧:૦૦ યોજાશે, ગ્રામ પંચાયત બગસરા તા.૧૯-૧૧-૨૦૨૫ ૧૧:૦૦ થી ૧:૦૦ યોજાશે, રામદેવ પીરનું મંદિર જાજાસર ખાતે ૨૦-૧૧-૨૦૨૫ ૧૧:૦ થી ૧:૦૦ કેમ્પ યોજાશે. મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે કેમ્પનું આયોજન થયું છે જેનો મહત્તમ લોકોને લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરી છે.