Thursday - Aug 20, 2026

મોરબીમાં વિસરાતી શેરી રમતો જીવંત કરવા ધમાલ ગલીનું આયોજન

મોરબીમાં વિસરાતી શેરી રમતો જીવંત કરવા ધમાલ ગલીનું આયોજન

મોરબી : મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ મોરબીના સંયુક્ત ઉપક્રમે આગામી રવિવાર, તારીખ 23 નવેમ્બર, 2025 ના રોજ 'ધમાલ ગલી' કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 07:30 વાગ્યે કેસર બાગ, એલ.ઇ. કોલેજ રોડ, મોરબી-2 ખાતે યોજાશે.

આ આયોજનનો મુખ્ય હેતુ શહેરીજનોને તેમની બાળપણની યાદો તાજી કરાવવા અને વર્તમાન પેઢીને વિસરાતી જતી શેરી રમતોથી પરિચિત કરાવવાનો છે. 'ધમાલ ગલી'માં ગિલિ દંડા, મોય દાંડિયા, ઠેરીની રમત, ટાયર ફેરવવા, કોથળા દોડ, પાચિકાની રમત સહિતની રમતોનું આયોજન કરાયું છે. શહેરીજનોને સહપરિવાર આ અનોખા આયોજનમાં જોડાઈને બાળપણની મજા માણવા અનુરોધ કરાયો છે.

મોરબીમાં વિસરાતી શેરી રમતો જીવંત કરવા ધમાલ ગલીનું આયોજન