Saturday - Aug 15, 2026

હળવદના પલાસણ ગામે તીક્ષીણ હથિયારના ઘા ઝીકી પ્રૌઢની ક્રૂર હત્યા, આરોપી હાથવેંતમાં

હળવદના પલાસણ ગામે તીક્ષીણ હથિયારના ઘા ઝીકી પ્રૌઢની ક્રૂર હત્યા, આરોપી હાથવેંતમાં

હળવદ : હળવદના પલાસણમાં કોઇ કારણોસર આધેડની હત્યા થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના પલાસણ ગામની સીમમાં આજે તરશીભાઈ નાગજીભાઈ વિઠલાપરા ઉ.વ.46 રહે.પલાસણની કોઈ કારણોસર એક શખ્સે માથાના ભાગે કોઈ વસ્તુના ઘા મારીને હત્યા નિપજાવી છે. આ મામલે જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને હળવદ પીએમ અર્થે ખસેડયો છે. બીજી તરફ આરોપી હાથ વેંતમાં જ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પોલીસે હત્યા પાછળનું કારણ શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

હળવદના પલાસણ ગામે તીક્ષીણ હથિયારના ઘા ઝીકી પ્રૌઢની ક્રૂર હત્યા, આરોપી હાથવેંતમાં