મોરબી : મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 16 એપ્રિલ થી 22 એપ્રિલ સુધીમાં શહેરી વિસ્તારમાંથી કુલ 68 રખડતાં ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા દિવસે અને રાત્રિના સમયે નવા ડેલા રોડ, તખ્તસિંહજી રોડ, મંગલભુવન ચોક, નગર દરવાજા અંદર, જુના બસ સ્ટેન્ડ રોડ, રવાપર રોડ, બાપા સીતારામ રોડ, ચકીયા હનુમાન, શનાળા રોડ, ઉમિયા સર્કલ, ભક્તિનગર સોસાયટી બાયપાસ, ગેંડા સર્કલ, લાલબાગ અંદર, સર્કિટ હાઉસ રોડ, ઉમા ટાઉનશિપ સામે, રોટરી નગર, ગાંધી ચોક, રેલવે સ્ટેશન રોડ, માધાપર ચોક, મચ્છી પીઠ, દાણાપીઠ દરવાજો, એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર, ભવાની ચોક, વજેપર, કબીર ટેકરી, અવની ચોકડી જેવા વિવિધ વિસ્તારોમાંથી રખડતાં પશુઓને પકડીને આજુબાજુની ગૌશાળામાં મૂકવામાં આવ્યા હતા.