મોરબી : મોરબી મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરી વિસ્તારમાં 17 એપ્રિલ થી 22 એપ્રિલ સુધી પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ કર્તા તથા ગંદકી કરતાં આસામીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કુલ 78 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે.
પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા કુલ 18 આસામીઓ પાસેથી 8600 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. ગંદકી કરતાં કુલ 50 લોકો પાસેથી 26300 રૂપિયાનો દંડ વસુલાયો છે. જ્યારે જાહેરમાં કચરો સળગાવતા 3 આસામીઓ પાસેથી 800 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જ્યારે જાહેરમાં યુરિન કરનારા 7 શખ્સો પાસેથી 700 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.