મોરબી : પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા રાષ્ટ્રહિત પ્રથમને મહત્વ આપતા હાલના સમયમાં કાશ્મીરના પહેલગામમાં આપણા હિન્દુ સમાજ ઉપર થયેલા આતંકવાદી હુમલામાં જે નિર્મમ રીતે હિન્દુઓની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે. જેના કારણે તા. 29-4-2025 ને મંગળવારના રોજ શ્રી પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રા તેમજ ભોજન પ્રસાદ સહિતના તમામ કાર્યક્રમો શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા રદ્દ કરવામાં આવ્યા છે અને આ આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં વખોડી કાઢતા તારીખ 29-4- 2025ના રોજ પરશુરામ દાદાને આરતી તેમજ તમામ મૃતકોને આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે.