Monday - Sep 28, 2026

માળીયાના પંચવટી પાટીયા પાસે બનેવી ભંગારના ડેલે બેસવાનું સારું નહિ લાગતા સાળા પર પાઇપથી હુમલો

માળીયાના પંચવટી પાટીયા પાસે બનેવી ભંગારના ડેલે બેસવાનું સારું નહિ લાગતા સાળા પર પાઇપથી હુમલો

બનેવીના ભંગારના ડેલે બેસવા ગયેલા યુવાન સાથે બોલાચાલી બાદ શખ્સે ઢીકાપાટુ અને લોખંડના પાઇપથી માર માર્યાની ફરિયાદ

મોરબી : માળીયા મીયાણા તાલુકાના કંડલા-મોરબી નેશનલ હાઈવે પર પંચવટી ગામના પાટીયા પાસે મારામારીની સામે આવી છે.  આ સ્થળે બનેવીના ભંગારના ડેલે બેસવા ગયેલા યુવાન સાથે એક શખ્સે બોલાચાલી કર્યા બાદ હુમલો કરતા યુવાનને પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.

માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા સમીરભાઈ અબ્બાસભાઈ મોવર (ઉ.વ.23) નામનો યુવાન માળીયાના પંચવટી ગામના પાટીયા પાસે આવેલા તેમના બનેવીના ભંગારના ડેલે બેસવા માટે ગયા હતા. દરમિયાન ખીરઈ ગામે રહેતા અકબરભાઈ સુલતાનભાઈ કટિયાને સમીરભાઈનું ત્યાં બેસવાનું સારું નહીં લાગતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન અકબરભાઈએ ગાળો આપી ઝપાઝપી કર્યા બાદ સમીરભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં, આરોપીએ લોખંડના પાઇપ વડે પણ માર મારતાં સમીરભાઈના જમણા પગમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી અને માથાના પાછળના ભાગે ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સમીરભાઈએ માળીયા તાલુકા પોલીસ મથકમાં અકબરભાઈ કટિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.