કંડલા બાયપાસ રોડ પર આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પોલીસે દરોડો પાડી રૂ.12,200 રોકડ સાથે 9ને ઝડપી લીધા
મોરબી : મોરબીના કંડલા બાયપાસ રોડ પર આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની માહિતી મળતાં પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ જુગાર રમતા મળી આવ્યા હતા.
કંડલા બાયપાસ રોડ પર આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પોલીસે જાહેરમાં જુગાર રમતા નીતાબા ઉર્ફે ચેતનાબા બળભદ્રસિંહ ઝાલા, ગીતાબા જયેન્દ્રસિંહ ચુડાસમા, ઇલાબા ઉર્ફે આરતીબા મહેન્દ્રસિંહ જાડેજા, ગંગાબેન બચુભાઈ ઠાકોર, વર્ષાબેન સુરેશભાઈ રાઠોડ, ચંપાબેન બચુભાઈ અઘારા, પ્રીતિબેન મુકેશભાઈ વરાણીયા, જાગૃતીબેન રાજેશભાઈ ચારોલા અને વિજયભાઈ ચંદુભાઈ ચૌધરીને ઝડપી લીધા હતા. સ્થળ પરથી જુગારની રોકડ રૂ.12,200 મળી આવતા પોલીસે કબજે કરી તમામ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.