Wednesday - Apr 29, 2026

મોરબીમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબીમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર આવેલ આલ્ફાન્સો સીરામીક કારખાના નજીકથી અંદાજે 22 વર્ષની ઉંમરના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. અજાણ્યા યુવાનની લાસ મળી આવતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે, મોરબી તાલુકા પોલીસે જણાવ્યું હતું કે અજાણ્યા પુરુષના મૃતદેહ ઉપર ઇજાના નિશાન જોવા મળ્યા છે અને આ યુવાનનું કેવી રીતે મોત થયું તે અંગે પીએમ થયા બાદ બહાર આવશે.