મોરબી : હળવદ તાલુકાના અમરાપર ગામની સીમમાં સ્મશાન નજીક પસાર થતી કેનાલમાંથી અંદાજે 20થી 40 વર્ષની ઉંમરની અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અજાણી સ્ત્રીનો મૃતદેહ કબ્જે કરી હળવદ પોલીસે પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. તેમજ આ બનાવની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તેમજ બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.