મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ સ્પેલ કારખાના નજીક એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઉંમર આશરે ૪૫ થી ૫૦ વર્ષની જણાઈ રહી છે. જે મૃતકની ઓળખ કરવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે.
મૃતદેહ ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ બપોરના ૧૨:૧૦ વાગ્યા પહેલા સ્પેલ કારખાના તરફ જતા કાચા રસ્તા પાસે, ટ્રેસા કારખાનાની દીવાલ નજીક આવેલા એક વોકળા પાસેથી મળી આવ્યો હતો. પીએમ કરાવી મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં ઓળખ માટે રાખવામાં આવ્યો છે. હાલમાં મૃતકની ઓળખ કે તેના પરિવારજનો વિશે કોઈ માહિતી મળી નથી. જો કોઈ આ મૃતક વિશે જાણકારી ધરાવતું હોય તો તાત્કાલિક મોરબી તાલુકા પોલીસ સ્ટેશન (૬૩૫૯૬ ૨૬૦૬૬) અથવા પો.હેડ.કોન્સ. એન.એસ. મેસવાણીયા (૯૯૦૪૭ ૧૩૨૪૭)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.