Monday - Apr 27, 2026

મોરબીમાં સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

મોરબીમાં સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

મોરબી : મોરબીમાં ભવ્ય પોથીયાત્રા સાથે મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આયોજીત સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે.જેમાં કથાકાર રત્નેશ્વરીદેવીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે એ.સી. હોલમાં જલારામ ધામ મહિલા મંડળ દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરૂ આયોજન કરવામાં આવેલ છે. જેમાં વ્યાસાસને કથાકાર રત્નેશ્વરીદેવી બિરાજમાન થયેલ છે. તેમના મુખે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું રસપાન ભક્તજનોને કરાવવામાં આવી રહ્યુ છે ત્યારે ભવ્ય પોથીયાત્રા દ્વારા શહેરના જલારામ ધામ ખાતે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનો પ્રારંભ થયો છે.
 
મોરબીમાં સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

સર્વપિતૃ મોક્ષાર્થે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સ્વ.જીતેન્દ્રકુમાર જયંતિલાલ ખખ્ખર પરિવાર, સ્વ.મનહરભાઈ પરસોતમભાઈ કોટક પરિવાર, સોમચંદભાઈ મુળજીભાઈ ચંદારાણા પરિવાર, સ્વ.બસંતભાઈ ગંગારામભાઈ ભોજાણી પરિવાર સહીતનાં પરિવારો પોથી યજમાન તરીકે બિરાજમાન થયા હતા. તે ઉપરાંત સપ્તાહ દરમિયાન યોજાઈ રહેલ ફરાળ તેમજ મહાપ્રસાદમાં રઘુવંશી યુવક મંડળ-મોરબી પરિવાર, દર્શનભાઈ પુજારા પરિવાર,   સી.પી.પોપટ પરિવાર, હરીશભાઈ ભુરાભાઈ સોમમાણેક પરિવાર સહીતનાં પરિવારો દ્વારા સહયોગ પ્રાપ્ત થયેલ છે. ભવ્ય પોથીયત્રાનું પ્રસ્થાન ભાવેશ્વરી માતાજી દ્વારા કરાવવામાં આવ્યુ હતું.