Monday - Apr 27, 2026

મોરબીમાં ભારત - ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો એક ઝબ્બે

મોરબીમાં ભારત - ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો એક ઝબ્બે

મોરબી : ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશનો બંધ થયા બાદ પણ ક્રિકેટના ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટા હજુ પણ ધમધમી રહ્યા છે. મોરબી નેકસસ સિનેમા પાસેથી તાલુકા પોલીસે આવા જ એક કિસ્સામાં એક શખ્સને ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા ઝડપી લઈ સટ્ટા માટેની આઇડી આપનાર શખ્સ સહિત બે વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે કંડલા બાયપાસ ઉપર આવેલ નેકસસ સિનેમા પાસે જાહેરમાં મોબાઈલ એપ્લિકેશન ઉપર ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલ વનડે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહેલ આરોપી કલ્પેશ કનૈયાલાલ ચાવડા રહે.રણછોડનગર, નવલખી રોડ વાળાને ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી કલ્પેશ મોબાઈલ ફોનમાં બેટ ફ્લેશ નામની એપ્લિકેશનમાં જીટીપીએલ -67 નામની આઇડી વડે જુગાર રમાડતો હોવાનું કબુલ્યું હતું અને આરોપી જલાભાઈ રવાપર વાળા પાસેથી આઇડી મેળવી હોવાનું કબુલતા પોલીસે રોકડા રૂપિયા 2 હજાર તેમજ 5 હજારનો મોબાઈલ મળી કુલ રૂ.7 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી જલાભાઈને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.