Monday - Apr 27, 2026

મોરબીના ઘૂંટુ નજીક કૂવામાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

મોરબીના ઘૂંટુ નજીક કૂવામાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

મોરબી: મોરબી તાલુકાના ઘૂંટુ ગામની સીમમાં લીવાન્ટો સિરામીક કારખાના નજીક ધર્મેન્દ્રભાઈના ખેતરમાં આવેલા કૂવામાં ડૂબી જવાથી એક અજાણ્યા પુરુષનું મૃત્યુ થયું છે. જેની ઓળખ આપવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ, આ ઘટના તા. 14/10/2025 ના રોજ બપોરે 12:55 વાગ્યા પહેલાં બની હતી. મૃતક પુરુષની ઉંમર આશરે 30 થી 40 વર્ષની હોવાનું અનુમાન છે. મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે અને હાલ મૃતદેહને સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં ઓળખ માટે રાખવામાં આવી છે. તેથી જો કોઈ વ્યક્તિ આ મૃતક પુરુષ અંગેની માહિતી જાણતા હોય, તો તાત્કાલિક મોરબી તાલુકા પોલીસ સ્ટેશન (63596 26066) અથવા તપાસકર્તા પો.હેડ.કોન્સ., એ.એમ.ગરીયા (9601146770) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.