Monday - Oct 05, 2026

મોરબીના મયુરપુલ ઉપર અજાણ્યા શખ્સની લાશ મળી

મોરબીના મયુરપુલ ઉપર અજાણ્યા શખ્સની લાશ મળી

મોરબી  શહેરમાં પાડાપુલ અને મયુરપુલ વચ્ચે પક્ષીઓને ચણ નાખવાની જગ્યા આવેલી છે. જ્યાં એક 40 વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને મૃતદેહનો કબજો મેળવી તેને પી.એમ.અર્થે મોકલવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી મૃતકની ઓળખ થઈ નથી. આ અંગેની વધુ તપાસ બી ડિવિઝન પીએસઆઇ એન.ઓ અબળા ચલાવી રહ્યા છે.