Thursday - Jul 23, 2026

વાંકાનેર નજીક કોથળા માંથી અજાણી યુવતીની લાશ મળી

વાંકાનેર નજીક કોથળા માંથી  અજાણી યુવતીની લાશ મળી

ખેતરના શેઢે વોકળામાંથી લાશ મળતા તપાસનો ધમધમાટ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના હડમતીયથી કોઠારીયા તરફ જવાના રસ્તેથી એક અજાણી યુવતીની કોથળામા પેક કરેલી હાલતમાં લાશ મળી આવતા ભેદ ભરમ સર્જતી આ ઘટનામાં વાંકાનેર તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, નોંધનીય છે કે, ફોરેન્સિક રિપોર્ટમાં પણ મૃત્યુનું ચોક્કસ કારણ સામે ન આવતા આ અજાણી યુવતીની ઓળખ મેળવવા અને બનાવનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના હડમતીયથી કોઠારીયા તરફ જવાના રસ્તે મોરબીના દલસુખભાઈ વાલજીભાઈ બોડાની વાડીના શેઢે વોકળાના કાંઠેથી કોથળામાં પેક કરેલી હાલતમાં અંદાજે 25થી 30 વર્ષની ઉંમરની અજાણી યુવતીની લાશ મળી આવતા વાંકાનેર પોલીસે મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમમાં ખસેડી હતી. જો કે, ફોરેન્સિક પીએમમાં પણ મૃત્યુનું કારણ સ્પષ્ટ ન બનતા હવે વિશેરાના રિપોર્ટ બાદ સાચું કારણ બહાર આવશે. હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે યુવતીની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.