Thursday - Jul 23, 2026

મોરબી નજીક દિવાળી પહેલા જ 654 વિદેશી દારૂની બોટલ ઝડપી લેતી પોલીસ

મોરબી નજીક દિવાળી પહેલા જ 654 વિદેશી દારૂની બોટલ ઝડપી લેતી પોલીસ

મોરબી : મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોરબીના જુના નાગડાવાસ ગામે આરોપી દાદુભાઇ બચુભાઈ મેતાના કબ્જા ભોગવટા વાળા મકાનના ફળિયામાં મારુતિ 800 ફ્રન્ટી ગાડીમાં દારૂનો જથ્થો ભરેલ હોવાની બાતમીને આધારે દરોડો પાડતા કારમાંથી અલગ -અલગ બ્રાન્ડની 318 બોટલ કિંમત રૂપિયા 2,50,228 તેમજ 50 હજારની ફ્રન્ટી કાર મળી કુલ રૂપિયા 3,00,228નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે, આરોપી દાદુભાઇ બચુભાઈ મેતા હાજર નહીં મળી આવતા ફરાર દર્શાવી મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે આરોપી ભાવેશ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગાના વરંડામાં દરોડો પાડતા હુન્ડાઈ ક્રેટા કારમાંથી વિદેશી દારૂની 336 બોટલ કિંમત રૂપિયા 2,27,544 મળી આવતા 5 લાખની ક્રેટા કાર કબ્જે કરી કુલ રૂપિયા 7,27,544નો મુદામાલ કબ્જે કરી ક્રેટા કારના માલિક તેમજ કાર જ્યાંથી મળી આવી તે વરંડાના માલિક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.