મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર કેનાલમાં યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગના જણાવ્યા મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર કેનાલમાં ગઈકાલે યુવાન ડૂબી ગયો હોવાની જાણ થતાં મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગની ટીમે ઘટનાસ્થળે દોડી જઈને કેનાલમાં શોધખોળ કરી હતી. પણ ત્યારે યુવાનની ભાળ મળી ન હતી. દરમિયાન આજે આપદા મિત્ર મયુરભાઈ ઝિંઝુવાડીયાએ જાણ કરી હતી કે, મચ્છુ 2 ડેમ પાસે એક બોડી તરતી દેખાય છે મોરબીની ફાયર ટીમેં તાત્કાલિક ત્યાં જઈ બોડી બહાર કાઢી એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલે ખસેડી હતી. આ મૃતકનું નામ સાહિલ ખાન ઉંમર 30 વર્ષ આસપાસ અને મૂળ યુપીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.