Saturday - Jul 04, 2026

વરસાદ પડતાની સાથે લાઈટ ગુલ કરવા બદલ પીજીવીસીએલનો આભાર : લોકોનો કટાક્ષ

વરસાદ પડતાની સાથે લાઈટ ગુલ કરવા બદલ પીજીવીસીએલનો આભાર : લોકોનો કટાક્ષ

મોરબી : મોરબીમાં ગત રાત્રથી જ વરસાદ પડી રહ્યો છે. ક્યારેક વરસાદનું જોર વધી રહ્યું છે તો ક્યારેક વરસાદ ધીમો પડી રહ્યો હોય તેવી પરિસ્થિતિ વચ્ચે હમેશની માફક વરસાદ પડતાંની સાથે વીજળી ગુલ થવાની પીજીવીસીએલની ઘોર બેદરકારી યથાવત રહી છે. જેમાં વરસાદ પડતાંની સાથે નવા બસ સ્ટેન્ડ સુપર માર્કેટ, માધવ માર્કેટ, અંબિકા રોડ સહિતના વિસ્તારોમાં લાઈટ ગુલ થઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. આથી લોકોએ લાઈટ ગુલ કરવા બદલ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને કેટલાક લોકોએ સોશ્યલ મીડિયામાં ફરી એક વખત લાઈટ ગુલ કરવા બદલ પીજીવીસીએલ તંત્રનો ખુબ ખુબ આભાર એવો કટાક્ષ કર્યો હતો. લોકોની આકરી આલોચનાને કારણે પીજીવીસીએલ તંત્રને વૃક્ષ ટીસી પર પડતા ટીસી નમી ગયું હોય હજુ લાઈટ આવતા અડધો કલાક લાગશે એવો ખુલાસો કર્યો હતો.