મોરબી : મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસતા જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ રહી છે. મોરબીના જોધપર ગામ પાસે આવેલો મચ્છુ-2 ડેમ 70% થી વધુ ભરાઈ ગયો છે અને હાલ મચ્છુ-2 ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક સતત થઈ રહી છે. જેના કારણે ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોને સાવચેત રહેવા, નદીના પટમાં અવરજવર ન કરવા ઉપરાંત માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
જેમાં મચ્છુ-2 ડેમના નીચાણવાળા ગામો જેવા કે મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જૂના નાગડાવાસ, સોખડા અને અમરનગર, માળિયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ અને માળિયા (મિયાણા) ને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.