મોરબી : મોરબીમાં જુના આરટીઓ પાસે મચ્છુ-3ના પુલ ઉપરથી ગઈકાલે સવારે કોઇ અજાણ્યા રીક્ષા ચાલકે આવી પુલ ઉપરથી નદીમાં છલાંગ લગાવી હતી. ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આ વ્યક્તિની શોધખોળ ચલાવી હતી. મોરબી ફાયર વિભાગની શોધખોળ બાદ આજે સવારે મૃતદેહ મળેલ છે.જે સિવિલ હોસ્પિટલ પીએમ માટે મોકલાવેલ છે. આ રીક્ષા ચાલકનું નામ વિનોદભાઈ ધનજીભાઈ મકવાણા (ઉ.વ. 32) હોવાનું તથા તે વિજયનગર, રોહીદાસ પરા પાછળ, અમરેલી રોડ, મોરબી ખાતે રહેતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.