Thursday - Aug 20, 2026

મોરબીના ઘુંટુ નજીક લાપતા થયેલા શ્રમિકનો મૃતદેહ મળ્યો

મોરબીના ઘુંટુ નજીક લાપતા થયેલા શ્રમિકનો મૃતદેહ મળ્યો

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક કારખાનેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ ઘુંટુ નજીક કેનાલ પાસે આવેલ મોટા ખાડામાંથી તેમનો મૃતદેહ મળી આવતા બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ રોયલ ટચ સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ પશ્ચિમ બંગાળના વતની લક્ષ્મીનદરનાથ ઉર્ફે શંકરભાઇ દુર્ગાભાઈ મહાલી ઉ.50 નામના શ્રમિક ગઈકાલે બપોરના સમયે કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ સાંજના સમયે ઘુંટુ રોડ ઉપર એન્ટિક સિરામિક કારખાના પાસે આવેલ કેનાલ નજીક ખાડામાંથી તેમનો મૃતદેહ મળી આવતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.