Monday - Oct 05, 2026

મોરબીના પીપળી રોડ ઉપર સેનેટરી વેરના ગોડાઉનમાં ભીષણ આગ

મોરબીના પીપળી રોડ ઉપર સેનેટરી વેરના ગોડાઉનમાં ભીષણ આગ

મોરબીના પીપળી રોડ ઉપર એક સેનેટરી વેરના ગોડાઉનમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મોટા ભાગનો માલ બળી જતા ભારે નુકસાની થઈ હોવાનું જાણવા મળ્યું છે. મોરબીના પીપળી રોડ ઉપર પાવરહાઉસ સામે બ્લેકબાથ નામના ગોડાઉનમાં વીજ વાયર તૂટતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ મામલે જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આ આગમાં સેનેટરી વેર સહિતનો માલ ખાખ થઈ ગયો હોવાથી મોટી નુકસાની સર્જાઈ છે. સદનસીબે આ આગમાં કોઈ જાનહાની સર્જાઈ નથી. તેમ ગોડાઉનના માલિક રાજ ઉભડીયાએ જણાવ્યું હતું.