Friday - Oct 09, 2026

મોરબીમાં બાઇક ભડભડ સળગી ઉઠ્યું

મોરબીમાં બાઇક ભડભડ સળગી ઉઠ્યું

મોરબીના મયુર પુલ પર આજે અચાનક એક બાઈકમાં આગ લાગી હતી. બાઈક ચાલક મયુર પુલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકમાં એકાએક આગ લાગી હતી. જેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી અને કોઈ જાનહાની પણ થઈ નથી.