વાંકાનેર તાલુકાના સિધાવદર - વિડી - ભોજપરા ગામનો મુખ્ય વ્યવસાય ખેતી હોવા છતાં કેનાલની અપૂરતી સુવિધા છે. જેમાં કેનાલમાંથી માત્ર 40 ટકા જ ખેતીને સિંચાઇ માટે પાણી મળે છે. એ પણ શિયાળુ પાક પૂરતું જ પાણી મળે છે. બાકીનું પાણી કુવા કે બોરમાંથી ઉપલબ્ધ હોય તો લઈ શકાય છે.નહીતર વરસાદ પર આધાર રાખવો પડે છે. એટલે ખેતીમાં સિંચાઇની સુવિધાઓના અભાવે ત્રણ ત્રણ પાક લઈ શકાતા નથી.
વાંકાનેર તાલુકાના સિધાવદર - વિડી - ભોજપરા ગામના સરપંચ સુફિયાબાનું મહમદલતીફ પરાસરાએ જણાવ્યું હતું કે, સીધાવદર રાજાશાહી વખતનું પેલાનું ગામ અને વસ્તી હાલ 4600ની આ વસ્તી ખેતી પર નિર્ભર હોય પણ કેનાલની ઓછી સુવિધાઓથી ખેતીમાં હાલાકી પડે છે.પીવાના પાણીની હાલ કોઈ તકલીફ નથી. આરોગ્ય કેન્દ્રની સારી સવલત છે. ગામમાં એક બે નહીં પણ છ શાળા છે.1થી 8ની 3 અને 1થી 5ની 3 મળી કુલ છ શાળા છે. એટલે શિક્ષણ ખૂબ જ સારું છે. ગામની અંદર રોડ રસ્તા અને ભૂગર્ભ ગટર, લાઈટ તેમજ ભોજપરામ 100 ટકા આ વ્યવસ્થા છે. કચરાના નિકાલ માટે વાહન નથી. આ ગામને જોડતા કરાવડી, પ્રતાપગઢ સહિતના કાચા માર્ગ છે. જેને પાકા બનાવવાની માંગ છે.