Friday - Jul 03, 2026

ભારતીય કિસાન સંઘે કપાસના ટેકાના ભાવની નોંધણીમાં પડતી મુશ્કેલી અંગે કૃષિ રાજ્ય મંત્રીને પત્ર લખ્યો.

ભારતીય કિસાન સંઘે કપાસના ટેકાના ભાવની નોંધણીમાં પડતી મુશ્કેલી અંગે કૃષિ રાજ્ય મંત્રીને પત્ર લખ્યો.

મોરબી:- ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા દ્વારા CCI દ્વારા ટેકાના ભાવે કપાસની નોંધણી કરવા માટે સરકાર દ્વારા કપાસ એપ્લિકેશન દ્વારા જાતે નોંધણી કરવાની સૂચનાથી ખેડૂતોને આ એપ્લિકેશનમાં ખબર ના પડતી હોવાથી તેઓ રજીસ્ટ્રેશન કરી શકતા નથી, અને માહિતી માટે કોઈ નંબર પણ આપેલ ન હોવાથી ખેડૂતો હેરાન થતાં હોવાની ભારતીય કિસાન સંઘે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખી પડતી મુશ્કેલી અંગે જણાવ્યું છે.
 
ભારતીય કિસાન સંઘે કપાસના ટેકાના ભાવની નોંધણીમાં પડતી મુશ્કેલી અંગે કૃષિ રાજ્ય મંત્રીને પત્ર લખ્યો.

જેમાં તેમણે વધુ જણાવ્યું છે કે ગ્રામ પંચાયત અથવા નજીકની APMCમાં નોંધણી કેન્દ્ર ફાળવવામાં આવે તો જ ખેડૂતો સહેલાઈથી નોંધણી કરાવી શકે જેમ કે સોયાબીન, મગફળી, અડદ, ચણા અને જણસીનું રજીસ્ટ્રેશન ગ્રામ્ય કક્ષાએથી VCE દ્વારા કરવામાં આવતું હોય છે, તો આ ખેડૂતોને કોઈ મુશ્કેલી વગર પોતાના જ ગામમાં સહેલાઈથી નોંધણી કરાવી શકતા હોવાથી કૃષિ મંત્રીને પત્ર દ્વારા આ અંગે માહિતગાર કરવામાં આવ્યા છે.