મોરબી:- તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જીએસટીના ચારમાંથી બે સ્લેબ ઘટાડવામાં આવ્યા જેના સંદર્ભમાં મોરબી જીઆઇડીસી એસોસિએશન દ્વારા જે સ્લેબ ના દરોમાં ઘટાડો કર્યો છે તેને આવકારતું પગલું ગણાવ્યુ છે.
મોરબી જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના તમામ ઉદ્યોગકારોએ આ નિર્ણય બદલ આનંદની લાગણી વ્યક્ત કરી છે જીએસટીના ઘરોમાં ઘટાડો થવાથી જીઆઇડીસી ના ઉદ્યોગકારોને તથા ગ્રાહકોને ખૂબ જ લાભદાયી હોય મોરબી જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ દેથરીયા તથા મોરબી જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પરિવારોએ સરકારના આ નિર્ણયને આવકારીને એક ખૂબ જ ઉત્તમ પગલું ગણાવ્યું છે.