Saturday - Jul 04, 2026

જીકીયાળી પાસેનો ઘોડાધ્રોઈ ડેમ છલકાયો : 2 દરવાજા ખોલાતા નીચાણવાળા ગામોને એલર્ટ

જીકીયાળી પાસેનો ઘોડાધ્રોઈ ડેમ છલકાયો : 2 દરવાજા ખોલાતા નીચાણવાળા ગામોને એલર્ટ

મોરબી : મોરબી તાલુકાના જીકીયાળી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાતા ઓવરફ્લો થઈ રહ્યો છે. સતત વરસાદના કારણે ડેમમાં અવિરત પાણીની આવક થઈ રહી છે. ડેમ 100 ટકા ભરાઈ જતા હાલ ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.