Saturday - Jul 04, 2026

મોરબીમાં હવે પાટીદાર સમાજ દ્વારા નાની વાવડી પાટીદાર સમાજની વાડીમાં મહારાસ યોજાશે

મોરબીમાં હવે પાટીદાર સમાજ દ્વારા નાની વાવડી પાટીદાર સમાજની વાડીમાં મહારાસ યોજાશે

મોરબી : મોરબીમાં આજે તારીખ 7 સપ્ટેમ્બરના રોજ શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના સવા શતાબ્દી વર્ષ પૂર્ણાહુતિ ઉત્સવ નિમિત્તે પાટીદાર ઉમિયા મહિલા સમિતિ દ્વારા આયોજિત વિશ્વ રેકોર્ડ સર્જવા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આજે મોરબીમાં પડી રહેલા વરસાદના કારણે મહારાસનું સ્થળ બદલવામાં આવ્યું છે. પહેલા મોરબીના લીલાપર રોડ પર ઉમિયા નવરાત્રી ગ્રાઉન્ડ રામકો વીલેજ ખાતે આ મહારાસ યોજાવાનો હતો. પરંતું વરસાદના કારણે મહારાસનું સ્થળ બદલીને હવે નાની વાવડી ખાતે પાટીદાર સમાજની વાડી ખાતે આ મહારાસ યોજાશે.

આ મહારાસ આજે 7 સપ્ટેમ્બર ને રવિવારે બપોરે 4 થી સાંજે 7 વાગ્યા સુધી નાની વાવડી પાટીદાર સમાજની વાડી ખાતે યોજાશે. જેમાં વિવિધ કલાકારો ઉપસ્થિત રહેશે આ મહારાસમાં મોટી સંખ્યામાં બહેનો અને દીકરીઓ જોડાશે અને મહારાસનો વિશ્વ રેકોર્ડ બનાવશે.